________________
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર
શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે. બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ (પ્રત્યક્ષ અનુભવગોચર) મહિમાવાળો છે. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. તેવી જ રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતુ થક અજીવ જ છે, જીવ નથી. કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ છે.
પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામના કર્તા છે, તે પરિણામો તેમના કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મ સંબંધ નથી. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
જેનું જ્ઞાન સર્વ જ્ઞયોમાં વ્યાપનારૂ છે એવો આ જીવ શુદ્ધ નયથી પરદ્રવ્યનો કર્તા નથી, તો પણ તેને કર્મબંધ થાય છે; તે અજ્ઞાનનો ગહન મહિમા છે – જેનો પાર પમાતો નથી.
જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ, અસંયત છે.
જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત અર્થાત્ બંધથી રહિત છે.
કર્તાપણાની જેમ ભોક્તાપણું પણ આ ચૈતન્યનો સ્વભાવ નથી. અજ્ઞાનથી જ તે ભોક્તા છે.
અજ્ઞાનીને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ પોતારૂપ જાણીને ભોગવે છે અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે. તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ
સમયસાર નો સાર
૫૩