________________
કારણોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
(તિરોભૂત = આચ્છાદિત) મોક્ષાર્થીએ કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે, જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પૂણ્ય કે પાપની વાત જ શી? પુણ્ય સારું અને પાપ ખરાબ એવી વાતને કયાં અવકાશ છે?
પ્રશ્ન – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે ને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન અને નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને સાથે કેમ રહી શકે?
ઉત્તર – જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. આત્મામાં અવશપણે જે કર્મ ઉદય થાય છે, તે બંધનું કારણ થાય છે અને મોક્ષનું કારણ એક પરમ જ્ઞાન જ છે, કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે – ત્રણે કાળે પરદ્રવ્યો પરભાવોથી ભિન્ન છે.
જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છે. જ્ઞાનધારા અને કર્મધારા, જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષયકષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો – શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. આવા કર્મનય પક્ષપાતી લોકો સંસારમાં
ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યર્થાથ જાણતા નથી અને
૨૪
સમયસાર નો સાર