________________
વગેરે ને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતી કર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય – એ ગુણોનો ઘાત વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યાદષ્ટિને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી. એમાં પણ કેમ ન મનાય?
સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય જ છે. અને સમ્યગ્દષ્ટિને તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે. તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ તેમજ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધી છે, તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને આત્મજ્ઞાની થયો ત્યાં બંધની ગણતરી કોણ કરે? વૃક્ષની જડ કપાયા પછી પાંદડા લીલા રહેવાની અવધિ કેટલી?
જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતા જવાનાં.
(નિર્જરા અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૪૧