________________
ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેનો નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.
અહિં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ જ્ઞાનની અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી. શકાય નહિં – જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યકત્વમિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.
જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તો પણ લૌકિક જન જેવા જ છે, કારણ કે લોક ઈશ્વરને કર્તા માને છે અને મુનિઓ આત્માને કર્તા માને છે – એમ બન્નેની માન્યતા સમાન થઈ. તેથી લૌકિક જનોને જેમ મોક્ષ નથી, તેમ મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
પ્રશ્ન – પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય?
ઉત્તર - જેમણે પર્દાથનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરૂષો વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે લૌકિક જન હો કે મુનિ હો મિથ્યાદિષ્ટી જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને મારું માને તો મિથ્યાદષ્ટિ થાય છે. એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જ છે.
પ્રશ્ન – જે જીવને મિથ્યાત્વ ભાવ થાય છે તેનો કર્તા કોણ છે?
ઉત્તર – ભાવકર્મનો કર્તા જીવ જ છે. પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિં, તેથી જે ચેતનના ભાવો છે તેમનો
સમયસાર નો સાર
પપ