________________
થાય છે. જો કે આત્મામાં અનંત ધર્મો છે તો પણ તેમાંના કેટલાક તો છમસ્થને અનુભવગોચર નથી, તે ધર્મોને કહેવાથી છર્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે પરંતુ તેમાંના કેટલાક તો અસ્તિત્વ, વસુત્વ, પ્રમેયત્વ આદિ અન્ય દ્રવ્યો સાથે સમાન છે. માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિં અને કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થ ભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છત્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.
અહિં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિં પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે, કારણ કે ભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો – કાંઈ વિરોધ નથી, માટે અહિં જ્ઞાન કહેવાથી આત્મા સમજવો.
જ્ઞાનનું “દેખવું' ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું, તે પહેલા પ્રકારનું “દેખવું' છે. તે અવિરત અવસ્થામાં પણ હોય છે.
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો (પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું, શ્રધ્યું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું “દેખવું' છે. આ “દેખવું” અપ્રમત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ દેખવા' નો બીજો પ્રકાર થયો.
અહિં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ “દેખવું' છે. કેવળજ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત્ “દેખવું” થાય છે, તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું
સમયસાર નો સાર