________________
જ પરિણમતા શબ્દાદિક કિંચિતમાત્ર પણ વિકાર કરતાં નથી; આવો વસ્તુસ્વભાવ છે, તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારા-નરસા માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન છે.
જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી.
જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો; અતીત-અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
જીવ પહેલાં કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન કરે છે. એ અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાન-ચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત જ્ઞાનચેતનારૂપ થાય છે.
કેવળજ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના
સમયસાર નો સાર
૬૧