________________
જ થાય છે, માટે અજ્ઞાનનો નાશ કરો. સમ્યજ્ઞાન પ્રગટ કરો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો, પરદ્રવ્યને રાગદ્વેષને ઉપજાવનારુ માનીને તેના પર કોપ ન કરો.
શુદ્ધ નયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્ય ચમત્કાર માત્ર, નિત્ય, અભેદક, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે નિમિત્ત ભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. અને તેમાં આત્માનો કોઈ પુરૂષાર્થ નથી. આત્માના સ્વરૂપનું જેમને જ્ઞાન નથી તેઓ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આમ માનનારા મોહ રૂપી નદી પાર કરી શકતા નથી. રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે – એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, તટસ્થ છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગી-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે.
બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુદગલો. પરિણમે છે, તેમને સાંભળીને અજ્ઞાની જીવ રોષ તથા તોષ કરે છે. (ગુસ્સે થાય છે અથવા ખુશ થાય છે.)
પુગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ તારાથી જો અન્ય છે, તો હે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થઈને રોષ શા માટે કરે છે?
શબ્દાદિક જડ પુગલદ્રવ્યના ગુણોને આત્મા પોતાના સ્થાનેથી ચુત થઈને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ પોતાના સ્વરૂપને જ જાણતા આત્માને પોતપોતાના સ્વભાવથી
૬૦
સમયસાર નો સાર