Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 63
________________ જનો કહે છે – આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે. એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ શ્રદ્ધાન કરવું. શુદ્ધ નયથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને પરણેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ટ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન મુગલ દ્રવ્ય હણાતું નથી. વળી પુગલ દ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી, માટે જીવના કોઈ ગુણો પુગલ દ્રવ્યમાં નથી. આવું જાણતાં સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્ગલ દ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે; રાગદ્વેષમોહ અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે. આત્માને રાગદ્વેષ ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી. અન્ય દ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. તો રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરવો? રાગદ્વેષનું ઉપજવું તો પોતાનો જ અપરાધ છે. અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે, “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.” પરંતુ રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં સમયસાર નો સાર ૫૯

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73