________________
રાગાદિકનો-પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો – કર્તા માનો અને ભેદ વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું – એ બન્ને ભાવે સિદ્ધ થાય છે.
ક્ષણિકવાદી બૌદ્ધમતી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી – એમ માને છે. આવી એકાંત માન્યતા મિથ્યા છે.
વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કહ્યો છે, માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. પર્યાય દષ્ટિએ જોવામાં આવે તો કાર્ય કરે છે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કે મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિ પર્યાયે ભોગવ્યું.
દ્રવ્યદષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે – મનુષ્ય પર્યાયમાં જે જીવદ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્ય દેવાદિ પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવ્યું.
જે જીવ એમ માને છે કે જે કરે છે તે ભોગવતો નથી, અન્ય ભોગવે છે; અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે તે મિથ્યાદષ્ટિ છે – અહંતના મતનો નથી. કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્ય રૂ૫ ચૈતન્યચમત્કાર અનુભવગોચર નિત્ય છે. તેને જે ન માને તે મિથ્યાદષ્ટિ છે. - કેવળ વ્યવહારદષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે, નિશ્ચય દષ્ટિથી એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે.
ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે અને પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી. વળી કર્મ કર્યા વિના હોતુ નથી. તેમજ વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાય સ્વરૂપ હોવાથી સર્વથા
સમયસાર નો સાર
પ૭