Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 60
________________ કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી. તેથી તેમનો કર્તા ચેતન જ છે. અભેદ્રષ્ટિમાં જીવ શુદ્ધ ચેતના માત્ર છે. પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે પરિણામોથી યુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં કર્તાકર્મ ભાવ નથી, શુદ્ધચેતના માત્ર જીવવસ્તુ છે. કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને કહે છે કે – “આત્મા ભાવ કર્મનો અકર્તા છે, કર્મપ્રકૃતિનો ઉદય ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સુવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ – એ બધાને તથા શુભ-અશુભ ભાવો છે તે બધાને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.” વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો અર્થ કરે છે કે – “વેદના ઉદયથી સ્ત્રી-પુરૂષનો વિકાર થાય છે અને ઉપઘાત અને પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે. પરંતુ આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છે : આત્મા સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે સ્થિત છે, પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી ૉય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાવાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે. જ્યાં સુધી સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તેને સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73