Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 55
________________ અપરિહાર, અધારણા, અનિંદા, અગર્ભા અને અશુદ્ધિ – એ. વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્લા, શુદ્ધિ – એ આઠ પ્રકારના અમૃતકુંભ છે. ઉપરના તર્કનું આચાર્ય ભગવાન સમાધાન કરે છે :પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃતિ, નિંદા, ગર્તા, શુદ્ધિ – એ આઠ પ્રકારના વિષકુંભ છે; કારણ કે તેમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે. અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ, અશુદ્ધિ-એ આઠ અમૃતકુંભ છે કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે. કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી. ૧) પ્રતિક્રમણ – કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨) પ્રતિસરણ – સમ્યવાદિ ગુણોમાં પ્રેરણા ૩) પરિહાર - મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪) ધારણા – પંચનમસ્કાર આદિ મંત્ર, પ્રતિમા આદિ બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫) નિવૃત્તિ – બાહ્ય વિષય કષાયાદિ ઈચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬) નિંદા – આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭) ગર્તા – ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮) શુદ્ધિ – દોષ થતાં પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરવી તે અનેક પ્રકારના વિસ્તારવાળા જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મો છે તેમનાથી પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહારનયાલંબીઓને સમજાવવામાં આવે છે કે જે દ્રવ્યપ્રતિક્રમણાદિ છે તે દોષને મટાડનારા છે તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો સમયસાર નો સાર ૫૧

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73