Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 54
________________ આત્માનો પણ અભાવ થાય. માટે ચેતના દર્શનજ્ઞાન રૂપ જ માનવી. સર્વ ભાવોને પારકા જાણીને કોણ જ્ઞાની પોતાને શુદ્ધ જાણતો. થકો “આ મારૂં છે' (આ ભાવો મારા છે) એવું વચન બોલે? જે પુરૂષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિત્માત્ર ભાવને પોતાનો જાણે છે. લોકમાં પણ ન્યાય છે – જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાના ન કહે. મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ :- હું શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, અને ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, તે હું નથી. તે સર્વ પરદ્રવ્ય છે. જે પરદ્રવ્યનું ગ્રહણ કરે છે, તે અપરાધી છે, તેથી બંધમાં પડે છે. જે સ્વદ્રવ્યમાં સવૃત છે તે નિરપરાધી છે, તેથી બંધાતો નથી. અપરાધ એટલે શું? સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત – એ શબ્દોનો અર્થ એક જ છે. અહિં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનાનું નામ “રાધ' છે. જેને તે રાધ નથી તે આત્મા અપરાધ છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે. જે નિરપરાધ છે તે પોતાના ઉપયોગમાં લીન હોય છે, તેથી તેને બંધની શંકા નથી. શુદ્ધ “આત્મા તે જ હું છું', એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. વ્યવહારનય કહે છે :- શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે; કેમ કે અપરાધને અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારા નહિં હોવાથી વિષકુંભ છે, માટે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારા હોવાથી અમૃતકુંભ છે. - વ્યવહારાચાર સૂત્રમાં કહ્યું છે કે અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, પ૦ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73