________________
તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતા છે - સ્થિત છે. શ્રી ગુરૂ તેમને જગાડે છે, સાવધાન કરે છે કે તમે જે પદમાં સૂતા છો તે પદ તમારૂં નથી. તમારૂં પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે, સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ, શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.
એક જ્ઞાન જ આત્માનું પદ છે. આત્મા સ્થાયી છે અને જ્ઞાન પણ સ્થાયી છે. તેની આગળ અન્ય સર્વ પદો આકુળતામય આપત્તિરૂપ ભાસે છે.
-
આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. તે આ પરમાર્થ છે કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું, તેનાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે. તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી.
આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું, તેનાથી તૃપ્ત થવું – એ પરમ ધ્યાન છે, તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય
-
છે.
આ જ્ઞાનમૂર્તિ આત્મા અનંત શક્તિનો ધારક દેવ છે, પોતે ચૈતન્યરૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધ કરનારો છે તેથી તે અન્ય પરિગ્રહનું સેવન શા માટે કરે?
પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો જ્ઞાની પોતાના સ્વભાવે જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાના જાણતો નથી, તેને ગ્રહણ - સેવન કરતો નથી.
જ્ઞાની માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા
સમયસાર નો સાર
૩૪