Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 51
________________ આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય, તેને ઉશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદેશિક) આહારને જેણે પચખ્યો નથી, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો. પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણે જાણી સમસ્ત પરદ્રવ્યને ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે, અને જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે જ્ઞાનને આવરણ કરનાર બંધ રહેતો નથી. જ્ઞાન સદાય પ્રકાશમાન રહે છે. (બંધ અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર ૪૭

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73