________________
છું. જ્ઞાનીને પરદ્રવ્યના સુધરવાનો કે બગડવાનો વિષાદ-હર્ષ હોતો નથી.
અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. જેને ઈચ્છા નથી, તેને પરિગ્રહ નથી. જ્ઞાની ધર્મને પણ ઈચ્છતો નથી. તે ધર્મનો પરિગ્રહી નથી, જ્ઞાયક છે. - જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. અહિં પ્રશ્ન થાય છે – આહાર તો મુનિ પણ કરે છે, તેમને આહારની ઈચ્છા છે કે નહિં?
સમાધાન :- અશાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ સુધા ઉપજે છે, વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો જ્ઞાયક છે.
પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને તે હેય જાણે છે.
પૂર્વ બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.
કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય, અતીત (ગયા કાળનો) પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો)
અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી કારણકે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? એ રીતે જ વર્તમાન ઉપભોગ પ્રત્યે પણ તેને રાગ નથી.
બંધ અને ઉપભોગના નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી.
જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે તે કર્મ મળે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લપાતો નથી. જેમ સોનું કાદવ
સમયસાર નો સાર
૩૫