Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 46
________________ બંધ અધિકાર કોઈ પુરૂષ તેલ આદિના મર્દનયુક્ત થયેલો બહુ રજવાળી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપ કર્મ કરતો, અનેક પ્રકારનાં કારણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાય છે – લેપાય છે. તે પુરૂષને બંધનું કારણ કયું છે? બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું, તેમને રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારના કારણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારના કારણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત, અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું, તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. માટે એમ ફલિત થયું કે તે પુરૂષમાં સ્નેહ (તેલ) મર્દન કરણ જ બંધનું કારણ છે. તેવી રીતે મિથ્યાદષ્ટિ રાગાદિક કરતો, જે બહુ કર્મ યોગ્ય પુગલોથી ભરેલો છે એવા લોકમાં કાયા-વચન-મનનું કર્મ કરતો અનેક પ્રકારનાં કારણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મથી બંધાય છે. ઉપયોગમાં રાગાદિકરણ જ બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક (રાગદ્વેષમોહ) કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી. સમ્યગ્દર્શનનો મહિમા અદ્ભુત છે. લોક, યોગ, કરણ, ચૈતન્યઅચૈતન્યનો ઘાત – એ બંધના કારણ નથી પરંતુ જ્ઞાનીઓએ ૪૨ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73