Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 44
________________ નિર્જરાના કારણ કહ્યાં. જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજુદ હોવા છતાં નિર્જરા થયા સમાન છે. નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહાર નયે નીચે પ્રમાણે છે :૧) જીનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શનજ્ઞાન-ચારિત્રથી ડગવું નહિં, તે નિઃશંકિતપણું છે. ૨) સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિં તે નિષ્કોક્ષિતપણું છે. ૩) અપવિત્ર, દુર્ગધવાળી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૪) દેવ, ગુરૂ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ અન્ય મતાદિકના તત્વાર્થનું સ્વરૂપ – ઈત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે. ૫) ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૃહન અથવા ઉપવૃંહણ છે. ૬) જે સ્વરૂપથી શ્રુત થવા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૭) જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય. ગુણ હોય છે. ૮) જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તો પણ તેમની (શંકાદિની) નિર્જરા થઈ જાય છે. | સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ ૪૦ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73