________________
સ્વચ્છેદે પ્રવર્તવાનું યોગ્ય નથી, કારણકે મર્યાદારહિત પ્રવર્તવું તે બંધનું ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં પરસ્પર વિરોધ છે. જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે.
“પરજીવોને હું હસું છું અને પરજીવો મને હણે છે” એવો અધ્યવસાય અજ્ઞાન – મિથ્યાત્વ છે.
જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે, સ્વઆયુકર્મ બીજાથી હરી શકાતું નથી, તે ઉપભોગથી જ ક્ષય પામે છે. તેથી પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી.
પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ વ્યય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (પર્યાયનો વ્યય) થાય ત્યારે “આણે આને માર્યો” એમ કહેવાય છે તે વ્યવહાર છે.
જે જીવ એમ માને છે કે હું પરજીવોને જિવાડું છું અને પરજીવો મને જીવાડે છે તે અજ્ઞાની છે, મૂઢ છે કારણ કે આયુકર્મ કોઈથી કોઈને આપી શકાતું નથી.
જે એમ માને છે પરજીવોને હું સુખી-દુઃખી કરૂં છે, તે અજ્ઞાની છે; આનાથી વિપરીત તે જ્ઞાની છે. કારણકે સર્વ જીવો કર્મ ઉદયથી સુખી દુઃખી થાય છે.
પરજીવોને હું જિવાડું છું, સુખી કરૂં છે એવા શુભ અહંકારથી ભરેલો ભાવ તે શુભ અધ્યવસાય છે. મારું છું – દુઃખી કરું છું, એવા અશુભ અહંકારથી ભરેલો ભાવ તે અશુભ અધ્યવસાય છે. અંહકારરૂપ મિથ્યાભાવ બન્નેમાં છે, તેથી અજ્ઞાનમય અધ્યવસાય જ પુણ્ય-પાપનું કારણ છે.
હિંસાનો અધ્યવસાય જ હિંસા છે, પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
આવી જ રીતે (હિંસાની જેમ) અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય, પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય
સમયસાર નો સાર
૪૩