Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 36
________________ નિર્જરા અધિકાર દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે છે. રાગાદિ ભાવોના સદ્ભાવથી મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને ભોગની સામગ્રી પરદ્રવ્ય છે, મારે અને તેને નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે. આ રીતે રાગદ્વેષમોહ વિના તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી. અને ઉદયમાં આવેલું કર્મ રસ દઈને ખરી જાય છે. આ રીતે નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું. સમ્યગ્દષ્ટિના ભોગોપભોગને નિર્જરાનું નિમિત્ત કહેવામાં આવ્યો છે. આ દ્રવ્યનિર્જરા છે. ભાવનિર્જરાનું સ્વરૂપ પરદ્રવ્યને ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે. મિથ્યાદષ્ટિને રાગાદિભાવોના સદ્ભાવથી આગામી બંધ થાય છે, તેથી તેને નિર્જરા કહી શકાતી નથી. સમ્યગ્દષ્ટિને રાગાદિકનો અભાવ હોવાથી આગામી બંધ કર્યા વિના જ પરદ્રવ્યને ભોગવતાં નિર્જરા થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે. એ વૈરાગ્ય અથવા જ્ઞાનનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતાં કર્મોથી બંધાતો નથી. સમ્યગ્દષ્ટિ જીવ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે આ ‘સ્વ' છે અને આ ‘પર' છે એવો ભેદ પરમાર્થે જાણી રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. જ્યારે પોતાને જ્ઞાયકભાવ સુખમય જાણે અને કર્મના ઉદયથી સમયસાર નો સાર ૩૨

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73