________________
સંવર અધિકાર
જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુદગલ વિકાર હોવાથી જડ છે. પરંતુ અજ્ઞાનથી જાણે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય તેમ ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા - આકુળતારૂપ સંકલ્પવિકલ્પ – ભાસે છે તે સર્વ પુગલ વિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત અનુભવ થાય છે.
જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે, તેને રાગદ્વેષમોહરૂપી ભાવાશ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે. જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાશ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે.
જે જીવ પ્રથમ રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચય કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યપણાને ઓળંગીને અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે. આથી રાગદ્વેષમોહરૂપ આશ્રવભાવ થાય છે, આશ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર
૩૦
સમયસાર નો સાર