________________
નિમિત્તનૈમિત્તિક ભાવ છે. દ્રવ્યાશ્રયોનો ઉદય વિના જીવને આશ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિં. દ્રવ્યાશ્રયોના ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાશ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાશ્રવો નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાશ્રવ ન કરે તો નવો બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાશ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં - સત્તામાં – જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી, અને લાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યત્વ મોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામીત્વભાવે જોડાતો નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ નથી. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે, ઉદયનો જ્ઞાતાદષ્ટા થઈ પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. શુદ્ધ સ્વરૂપમાં લીના રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તે સર્વથા નિરાશ્રવ થઈ જાય છે.
રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણે હોઈ શકે નહિં, એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ સમજવો. ચારિત્રમોહ સંબંધી રાગ અહિં ગૌણ છે.
૨૮
સમયસાર નો સાર