Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 31
________________ કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિં મળેલો જ્ઞાનભાવ સદાકાળ રહે છે. તેને મિથ્યાત્વ સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલા પાંદડા જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે. જ્ઞાનીને પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાશ્રવભૂત પ્રત્યયો છે, તે માટીના ઢેફાની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્યણ શરીર સાથે છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સ્વભાવથી જ છે. આ રીતે જ્ઞાનીને ભાવાશ્રવ તેમજ દ્રવ્યાશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ છે. ચાર પ્રકારના દ્રવ્યાશ્રવો (મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ) જ્ઞાનદર્શન ગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે અને જ્ઞાનીને દ્રવ્યાશ્રવ છે નહિં તેથી જ્ઞાની અબંધ છે. પ્રશ્ન - જ્ઞાનદર્શન ગુણ બંધનું કારણ કઈ રીતે? ઉત્તર – જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપશમિક ભાવ) છે ત્યાં સુધી જ્ઞાનગુણ અંતમુહુર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. યથાખ્યાત ચારિત્ર-અવસ્થાની નીચે રાગનો સદ્ભાવ હોવાથી બંધનું કારણ જ છે. પ્રશ્ન આ પ્રમાણે જ છે તો જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે? ઉત્તર જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાશ્રવપણું કહ્યું. દ્રવ્યાશ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહ ભાવોને - સમયસાર નો સાર ૨૭

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73