Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 33
________________ સમ્યગ્દષ્ટિને ભાવાશ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાશ્રવો બંધના હેતુ થતા નથી તેથી જ્ઞાનીને બંધ થતો નથી. જ્ઞાની શબ્દ ત્રણ અપેક્ષાએ વપરાય છે. ૧) સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવો જ્ઞાની છે. ૨) સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે. ૩) સંપૂર્ણજ્ઞાન અને અપૂર્ણજ્ઞાનની અપેક્ષાએ કેવળી ભગવાન જ્ઞાની છે અને છર્ભસ્થ અજ્ઞાની છે. “હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું” – એવું જે આત્મદ્રવ્યનું પરિણામના તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ. શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શુદ્ધનય પરોક્ષ છે. શુદ્ધનયા દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. સાક્ષાત્ શુદ્ધનયા કેવળજ્ઞાન થયે થાય છે. જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ અજ્ઞાનના પક્ષમાં નથી તો પણ બંધ તો છે જ. માટે જ્ઞાનીને શુધ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સભાવ થતાં દ્રવ્ય પ્રત્યયો નિમિત્તભૂત થવાથી કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે. જે પુરૂષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરૂષને, તત્કાળ સર્વ રાગાદિક આશ્રવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારૂં નિશ્ચળ, અતુલા કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (આશ્રવ અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર ૨૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73