________________
છે. પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે, ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આશ્રવનો અભાવ થાય છે, આશ્રવના અભાવથી કર્મ બંધાતા. નથી. કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતા નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો. અનુક્રમ જાણવો.
શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આ ભેદવિજ્ઞાન અચ્છિન્ન ધારાથી (અર્થાત્ અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન, જ્ઞાનમાં જ ઠરી જાય. - અહિં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યકજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. બીજુ, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ના પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.
જે કોઈ સિદ્ધ થયા છે, તે ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી જ બંધાયા છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.
(સંવર અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૩૧