________________
કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી.
પ્રશ્ન – અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો. ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહીં?
ઉત્તર – અવિરત સમ્યગ્દષ્ટિ આદિને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, કષાયરૂપ પરિણામન છે, તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે. તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષનું જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે – ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે.
કર્મ પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદગલ જીવમાં નથી. તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ જ્ઞાતા છે, પુગલકર્મનો કર્તા નથી અને પુદ્ગલકર્મ જ્ઞાતાનું કર્મ નથી – આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે.
(કર્તા-કર્મ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૨૧