Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 26
________________ પુણ્ય-પાપ અધિકાર Sા છે, પુણ્ય અને પાપ બન્ને વિભાવ પરિણતિથી ઉપજ્યાં હોવાથી બને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારૂં અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે માનો છો પરંતુ તે સુશીલ કેમ હોઈ શકે, જે સંસારમાં પ્રવેશ કરાવે? હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય - એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ માન્યતા છે. પરંતુ જીવના શુભ અને અશુભ પરિણામ બને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુગલ પરિણામો બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલ પરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે - મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે. આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો કારણકે અહિં અભેદ પક્ષ પ્રધાન છે અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે – બે નથી. જેમ સુવર્ણની બેડી પણ પુરૂષને બાંધે છે અને લોખંડની બેડી પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. સર્વજ્ઞદેવો સમસ્ત કર્મને (શુભ તેમજ અશુભ) અવિશેષપણે ૨૨ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73