________________
જીવને ચિસ્વરૂપ કહ્યો છે.
જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે એવી નયપક્ષની ભૂમિને ઓળંગી જઈ અંદર અને બહાર સમતારસ રૂપી એકરસ જ જેનો સ્વભાવ છે, તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું.
પક્ષાંતિક્રાંતનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?
જેમ કે વળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના
સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. પ્રયોજન વશે એક નયને પ્રધાના કરી તેને ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર્યમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે.
નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી, એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, “હું અનુભવું છું' એવો પણ વિકલ્પ હોતો નથી.
પક્ષાંતિક્રાંત જ સમયસાર છે, એમ નિયમથી ઠરે છે.
પહેલાં આત્માને આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિય બુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડીને શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન" એવા નામ પામે છે. તે સમયસાર જ છે.
કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ :વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. (બીજા કોઈ કર્તા કર્મ નથી). જે જીવ વિકલ્પ સહિત છે તેનું કર્તાકર્મપણું કદી નાશ પામતું નથી.
૨૦.
સમયસાર નો સાર