________________
જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે
છે?
આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે. અવ છે, અનિત્ય છે, તેમજ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.
આમ આશ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ રીતે જ્ઞાનને અને આશ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.
આત્મા “વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે'' એટલે શું? આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે વિજ્ઞાન ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે, તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે અને આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે.
આત્મા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય?
જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મ ના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે.
જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે. કોઈ એક અવસ્થાવિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં) હોય; અતસ્વરૂપમાં
સમયસાર નો સાર
—
૧૧