Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 21
________________ ભલે કરે, તેમનો ભોક્તા પણ આત્મા નથી, અને કર્તા પણ આત્મા નથી. આશ્રયોને અને જીવને એકપણું નથી. મિથ્યાત્વાદિ આશ્રવો તો જડસ્વભાવ છે અને જીવ ચેતન સ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. સર્વ દ્રવ્યો પરિણમન સ્વભાવવાળા છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો. છે એવો) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ છે. આ રીતે જીવ પરિણામ સ્વભાવ છે. તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. આ રીતે આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવવાળો છે તો પણ પોતાના જે ભાવને કરે છે, તે ભાવનો જ કર્તા તે થાય છે અર્થાત તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે. જ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે અને અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે. આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ તે જ મારૂં સ્વરૂપ છે – તે જ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે. જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે જ્ઞાન માત્ર શુદ્ધ સમયસાર નો સાર ૧૭

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73