Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 20
________________ કર્તા જીવ થાય છે. યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તવાળુ) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું – જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય. પુગલકર્મનો ઉદય થતાં જ્ઞાની તેને જાણે જ છે. અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની જ્ઞાનરૂપ પોતાના ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં. જે વસ્તુ જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે, તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. (અર્થાત્ બદલાઈને તેમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહીં પામી શકતી તે વસ્તુ, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? આ કારણે આત્મા ખરેકર પગલકર્મોનો અકર્તા ઠર્યો. યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં રાજાએ યુદ્ધ કર્યું, એમ કહેવાય છે, તેવી રીતે જીવ નિમિત્તભૂત બનતાં જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું એમ કહેવાય છે. તો પુદગલકર્મનો કર્તા કોણ છે? - મિથ્યાત્વ, અવિરમણ, કષાય તથા યોગ-એ ચાર સામાન્ય પ્રત્યયો (આશ્રવો) બંધના કર્તા કહેવામાં આવે છે અને મિથ્યાદષ્ટિથી માંડીને સયોગી કેવળી સુધી તેના તેર પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે. આ ગુણસ્થાનો નિશ્ચયથી અચેતન છે. કારણ કે પુગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેઓ જો કર્મ કરે તો ૧૬ સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73