________________
કર્તા-કર્મ અધિકાર
જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ – એ બન્નેના તફાવતને જાણતો નથી ત્યાં સુધી ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે.
ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું આત્માને ભેદજ્ઞાન થાય ત્યારે કર્મનો બંધ થતો નથી.
આશ્રવો અશુચિ છે, જડ છે, દુઃખના કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આશ્રવોથી આત્મા નિવૃત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો આશ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની?
સમાધાન :- સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આશ્રવોથી નિવર્યો છે. તેને અન્ય પ્રકૃતિઓનો જે આશ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી સ્વામિત્વનો અભાવ છે. માટે જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આશ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી તેનું કારણ આ પ્રમાણે છે :- મિથ્યાત્વ સંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પસ્થિતિ – અનુભાગવાળો છે. દીર્ઘ સંસારનું કારણ નથી. તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છે :- જ્ઞાન
સમયસાર નો સાર