________________
કર્તાકર્મભાવ છે કે નથી?
જ્ઞાની પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે અને પુદ્ગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિ નહિ જાણતું પ્રવર્તે છે ; આમ તેમનામાં અત્યંત ભેદ હોવાથી બન્ને પરસ્પર અંતરંગમાં વ્યાપ્યવ્યાપક ભાવને પામવા અસમર્થ છે. જીવ પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે, જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ પ્રકાશિત થતી નથી.
ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી, કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોઅન્ય નિમિત્તમાત્રપણું છે તો પણ તેમને કર્તાકર્મપણું નથી, પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને કદાચિત કહી શકાય પરંતુ પરભાવનો કર્તા જીવ કદી પણ નથી.
તેથી જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્ય ભાવ છે.
પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે, જીવ તો પુદ્ગલકર્મની ઉત્પતિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે, જીવ તો પુદ્ગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાન ને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
આત્મા પુદ્ગલકર્મને કરે અને તેને જ ભોગવે તે સર્વજ્ઞનો મત નથી. જે પુરૂષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદષ્ટિ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું
સમયસાર નો સાર
૧૩