________________
નથી, અનુભાગ સ્થાનો નથી, જીવને કોઈ યોગસ્થાનો નથી, બંધસ્થાનો નથી, ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો નથી, સ્થિતિબંધ સ્થાનો નથી, સંકલેશસ્થાનો નથી, વિશુદ્ધિસ્થાનો નથી, સંયમલબ્ધિ સ્થાનો નથી. વળી જીવને જીવસ્થાનો નથી અથવા ગુણસ્થાનો નથી. કારણકે આ બધા પુદગલ દ્રવ્યના પરિણામ છે, જીવના નથી.
જે વર્ણાદિક અથવા રાગમોહાદિક ભાવો કહ્યા તે બધા આત્માથી ભિન્ન છે તેથી અંતર્દષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી, માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે - કેવળ એક ચૈતન્યરૂપ આત્મા જ દેખાય છે.
આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ છે તેવો જાણવો.
દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્ય સંબંધ કહેવાય છે. પુદગલની સર્વ અવસ્થાઓને વિષે પુદગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુગલનો તાદાભ્ય સંબંધ છે, સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો. સાથે જીવનો તાદાભ્ય સંબંધ નથી.
એકેન્દ્રિય, દ્વીંદ્રિય, ચિંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, બાદર, સુક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો-એ નામકર્મની પ્રકૃતિઓ છે. આ પ્રવૃતિઓ કે જેઓ પુગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણ સ્વરૂપ થઈને રચાયેલા જે જીવસ્થાનો છે તેઓ જીવ કેમ કહેવાય?
શુદ્ધ દ્રવ્યાર્થિક નય (નિશ્ચયનય) ની દષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્ય
સમયસાર નો સાર