Book Title: Rajvallabha athwa Shilpashastra
Author(s): Narayanbharati Yashwantabharti Gosai
Publisher: Mahadev Ramchandra Jagushte Ahmedabad
View full book text
________________
અધ્યાય ૧ લે
उपजाति. सिद्भयगृहारंभमुशंतिवृद्धायथोदितेमासिवलक्षपक्षे । शशांकवीर्येसुदिनेनिमित्तेशुभेरवौसौम्यगतेप्रवेशं ॥६॥
અર્થ–શાસ્ત્ર વિષે કહેલા માસમાં, શુક્લ પક્ષમાં, ચંદ્રમાના બળમાં, સારા દિવસે અને સારા શકુન જોઈ ઉત્તરાયનના સૂર્યમાં ઘરને આરંભ અને ઘરમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. ૬
___ शार्दूलविक्रीडित. चैत्रेशोककरंगृहादिरचितस्यान्माधवेऽर्थप्रदं ज्येष्ठेमृत्युकरंशुचौपशुहरंतवृद्धिदंश्रावणे । शून्यंभाद्रपदेऽश्विनेकलिकरंभृत्यक्षयंकार्तिके धान्यंमार्गसहस्ययोर्दहनभीर्माश्रियंफाल्गुने ॥७॥
અર્થ ચૈત્ર માસમાં ઘરને આરબ તથા ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે શેક ઉત્પન્ન કરાવે, વૈશાખમાં ઘરને આરંભ કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે ધનની પ્રાપ્તિ થાય, ચેષ માસમાં તેમ કરવામાં આવે તે મૃત્યુ થાય, આષાઢમાં તેમ કરવામાં આવે તે પશુને નાશ થાય, શ્રાવણમાં તેમ કરવામાં આવે તે પશુની વૃદ્ધિ થાય, ભાદ્રપદમાં તેમ કરવામાં આવે તે તે ઘર
ન્ય રહે, આશ્વિનમાં તેમ કરે તે કલેશ થાય, કાર્તિકમાં તેમ કરે તે ચાકરને નાશ થાય, માર્ગશીર્ષમાં અને પિષ માસમાં ઘરને આરંભ કરવામાં આવે કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે ધાન્યની પ્રાપ્તિ થાય, માઘ માસમાં તેમ કરવામાં આવે તે અગ્નિને ભય થાય, અને ફાગણમાં ઘરનો આરંભ કરે અગર ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય એમ કહ્યું છે. ૭
आदित्येहरिकर्कनक्रघटगेपूर्वापरास्यंगृहं कर्त्तव्यंतुलमेषवृश्चिकवृषेयाम्योत्तरास्यंतथा ॥ द्वारंभिन्नतयाकरोतिकुमतिव्यप्रणाशस्तदा कन्यामीनधनुर्गतेमिथुनगेचास्मिन्नकार्यगृहं ॥ ८ ॥