Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કારણેની ચર્ચા કરી છે. ત્યાર પછી સાધુસંમેલન ભરવાને નિર્ણય, તેની તૈયારીઓ, વલોવાતું વાતાવરણ અને દહેગામ મંત્રણાનાં રસિક પ્રકરણો આપ્યાં છે. અને સાધુઓને રાજનગરમાં પ્રવેશ બતાવી પૂર્વરંગના પ્રથમ વિભાગને સમાપ્ત કર્યો છે. મેઘધનુષ્યની જેમ વિવિધ રંગથી રચાયેલે પૂર્વ રંગ વાચકોને અવશ્ય રસપ્રદ થઈ પડશે.
બીજા ખ૩માં સંમેલનની કાર્યવાહીને દિવસવાર અહેવાલ આપે છે અને તેમાં જે ઝીણામાં ઝીણી વિગતો સંધરવામાં આવી છે, તે વાંચતાં ભારે રમુજ ઉત્પન્ન થાય છે. સાથે સાથે મુનિ સમુદાયની હાલત જોઈ ખેદ પણ થાય છે. પરિષદો કેમ
જાય, કેમ સંચાલન થાય, કઈ રીતે કમીટીઓ નિમાય, કઈ રીતે ઠરાવ થાય તેને કોઈ પણ નિયમ જ નહિ! આનું નામ તે જૈન સાધુઓનું સંમેલન !
આ કાર્યવાહીમાં આપેલી બધી વિગતે પૂર્ણ જહેમતથી રજૂ કરવામાં આવી છે અને તેની સત્યતાને સ્વીકાર સાધુસંમેલનમાં ભાગ લેનારા સત્યભાષીઓ કર્યા વિના નહિ જ રહે. બાકી સૂર્યની સહસ્ત્ર જ્યોતિના ઝગમગાટમાં પણ જેઓને અંધકાર જ દેખાય છે, તેમના માટે કંઈ કહેવાનું નથી.
ત્રીજે અને છેલ્લો ખંડ: પશ્ચાદ્ અવલોકન એટલે કાર્યવાહીની સમાલોચના, તે પછી બનેલા બનાવો અને સાધુ સમેલનના નિયમોનો તેની સાથેના સંબંધને છે. તેમાં સંપાદકે કાર્યવાહીની સુંદર સમાલોચના કરી, જૈન સમાજની મહત્વની સંસ્થાના અને વ્યક્તિઓના અભિપ્રાયોનો સંગ્રહ કર્યો છે, સાધુ સમેલનના નિયમે કેણે તેડ્યા છે, તેનું તહેમતનામું તૈયાર કર્યું છે અને પદવી પ્રકરણ, પરમાણંદ પ્રકરણ તથા તિથિ પ્રકરણને પણ સાધુ સંમેલનના કરા સાથે સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org