________________
શક્યા. તે અસંભવ અને અસમાન્ય હતું. પોતાના વિષે ગુપ્ત રહેવા ઇચ્છતા પરમકૃપાળુદેવે તેમના હૃદયરૂપ, પરમાર્થના અખંડ નિશ્ચયી, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સોભાગભાઈને તેમણે આખરે આમ લખી પોતાનું હૃદય ઠાલવી જ દીધું, એમ કરતાં કરતાં દુર્લભ આ કાળે એવા વય ષેિ સંકેત કરી જ દીધો :
“જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિક્ટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમને જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્વય થાય તો પણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફ્રી ફ્રી અનુકંપા ઉત્પન્ન થાય છે.”
(પત્રાંક ૩૯૮) સત્યપુરુષને, દુર્લભ પરમપુરુષને ઓળખવામાં આડે આવતાં આ કારણોનું સ્પષ્ટ વિશ્લેષણ આ પત્રના પૂર્વકથનમાં પરમકૃપાળુદેવે પોતે જ આટલામાં સમાવ્યું છે: “કાળદોષ કળિથી થયો' જેવા “હે પ્રભુ !' કાવ્યમાંના ઉલ્લેખ જેમ (૧) કાળને વિષે મનુષ્યની પરમાર્થવૃત્તિનું પ્રત્યક્ષ ક્ષીણપણું (૨) સરળવૃત્તિનો અભાવ (૩) આજ્ઞાંકિતપણાનો અભાવ (૪) પરમાર્થેચ્છાનો અભાવ (૫) તે સંબંધી નિશ્ચયટતાનો અભાવ છે.
આવાં કારણો દર્શાવ્યા છતાં પરમકૃપાળુદેવ પરમાર્થવૃત્તિનો અને સત્યપુરુષની વિધમાનતાનો એકાંતિક કે સદંતર અભાવ જોતા નથી, પરંતુ કાળદોષની બળવત્તરતા તો જોઈને કરુણાવશ અનુકંપાનુ પુનઃ પુનઃ વેદન કરે છે :
“આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈપણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્તિ થાય અને કોઈપણ જીવોને ઘણા જીવોને - પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્તિ થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેના કારણો પણ ઉપર જણાવ્યાં છે.”
સર્વોત્તમ પરમાર્થના “મૂળ મારગે' બહુજન સમાજને લઈ જવાની કેવી પરમ અનુકંપા, કેવી કૃપા-કરૂણા પરમકૃપાળુની !