Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सणह वोच्छामि।।२।।
પંચાસ્તિકાય સંગ્રહ
શુદ્ધ જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશયવિમોહ– વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરિવરોધાદિ દોષ રહિત હોવાથી અથવા યુગપદ્દ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ-સ્પષ્ટવ્યકત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું; અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ સાત ઋદ્ધિ તેમજ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ યોગીંદ્રોને પણ તેઓ વંધ છે. (૪) ચોથું; પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો છે. આ રીતે કુતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય કોઈ નહિ- આ પ્રમાણે ચાર વિશેષણોથી યુકત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવનમસ્કાર કરીને મંગળ કર્યુ.
પ્રશ્ન:- જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્ત૨:- ભકિત અર્થ મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સુર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને ) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧.
*
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું સૂણજો તમે; જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
* આ ગાથાની શ્રીજયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ શાસ્ત્રનું નિમિત, શાસ્ત્રનો હેતુ ( ફળ ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા- એ છ બાબાતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવાયોગ્ય છે' એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com