Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૮૧
परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म। कर्मणो नारकादिगतिषु गतिः। गत्यधिगमना-द्देहः। देहादिन्द्रियाणि। इन्द्रियेभ्यो विषयग्रहणम्। विषयग्रहणाद्रागद्वेषौ। रागद्वेषाभ्यां पुन: स्निग्ध: परिणामः। परिणामात्पुन: पुद्गलपरिणामात्मकं कर्म। कर्मण: पुनर्नारकादिगतिषु गतिः। गत्यधिगमनात्पुनर्देहः। देहात्पुनरिन्द्रियाणि। इन्द्रियेभ्य: पुनर्विषयग्रहणम्। विषयग्रहणात्पुना रागद्वेषौ। रागद्वेषाभ्यां पुनरपि निग्धः परिणामः। एवमिदमन्योन्यकार्यकारणभूतजीवपुद्गल-परिणामात्मकं कर्मजालं संसारचक्रे जीवस्यानाद्यनिधनं अनादिसनिधनं वा चक्रवत्परिवर्तते। तदत्र पुद्गलपरिणामनिमित्तो जीवपरिणामो जीवपरिणामनिमित्त: पुद्गलपरिणामश्च वक्ष्यमाण-पदार्थबीजत्वेन संप्रधारणीय રૂતિના ૨૮-૩૦ના
પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઇંદ્રિયો, ઇંદ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી પાછો દેહ, દેહથી પાછી ઇંદ્રિયો, ઇંદ્રિયોથી પાછું વિષયગ્રહણ, વિષયગ્રહણથી પાછા રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય *કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને પુદ્ગલપરિણામાત્મક કર્મકાળ સંસારચક્રમાં જીવને અનાદિ-અનંતપણે અથવા અનાદિ-સાંતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે.
આ રીતે અહીં (એમ કહ્યું કે), પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવા જીવપરિણામ અને જીવપરિણામ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલપરિણામ હવે પછી કહેવામાં આવનારા (પુણ્યાદિ સાત) પદાર્થોના બીજ તરીકે અવધારવા.
ભાવાર્થ- જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે પરિણામ થાય છે. તે પરિણામને લીધે પુણ્યાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમનું વર્ણન હવેની ગાથાઓમાં કરવામાં આવશે.
પ્રશ્ન:- પુણાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બેથી જ પૂરું થઈ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત
* કાર્ય એટલે નૈમિત્તિક, અને કારણ એટલે નિમિત્ત. [ જીવપરિણામાત્મક કર્મ અને
પુદગલપરિણામાત્મક કર્મ પરસ્પર કાર્યકારણભૂત અર્થાત્ નૈમિત્તિક-નિમિત્તભૂત છે. તે કર્મો કોઈ જીવને અનાદિ-અનંત અને કોઈ જીવને અનાદિ–સાંત હોય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com