Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 283
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૪૭ विलोचनपुटाः किमपि स्वबुद्ध्यावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसौहित्या इव, ससुल्बणबल-सञ्जनितजाड्या इव, दारुणमनोभ्रंशविहित मोहा इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्म અવલોકીને યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ-જેમ સુખ ઊપજે તેમ-રહે છે), તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવને તિરસ્કારતા થકા, અભિન્નસાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ (-શુભ તેમ જ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ), પ્રમાદમદિરાના મદથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂછિત જેવા, સુપુત જેવા, પુષ્કળ ઘી-સાકર ખીર ખાઈને તૃતિ પામેલા (-ધરાયેલા) હોય એવા, જાડા શરીરને લીધે જડતા (–મંદતા, નિષ્ક્રિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી મૂઢતા થઈ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, મુનીંદ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ વૈષ્કર્મરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ નહિ પામ્યા થકા, (માત્ર) વ્યક્ત-અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થકા, પ્રાપ્ત થયેલા ૧. યથાસુખ = મરજી મુજબ; જેમ સુખ ઊપજે તેમ; યથેચ્છપણે. [ જેમને દ્રવ્યાર્થિકનયના (નિશ્ચયનયના) વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ નથી તેમ જ તેને માટે ઝંખના કે પ્રયત્ન નથી, આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિષે કાંઈક ભાસ થતો કલ્પી લઈને નિશ્ચિતપણે સ્વચ્છંદપૂર્વક વર્તે છે. “જ્ઞાની મોક્ષમાર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે ભૂમિકાનુસાર શુભ ભાવો પણ હોય છે'—એ વાતને શ્રદ્ધતા નથી, તેમને અહીં કેવળ નિશ્ચયાવલંબી કહ્યા છે. ] ૨. મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દશામાં (છઠ્ઠા ગુણસ્થાન સુધી) વ્યવહારનયની અપેક્ષાએ ભૂમિકાનુસાર ભિન્નસાધ્યસાધનભાવ હોય છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો સંબંધી, અંગપૂર્વ સંબંધી અને શ્રાવક-મુનિના આચારો સંબંધી શુભ ભાવો હોય છે.-આ વાત કેવળનિશ્ચયાવલંબી જીવો માનતા નથી અર્થાત્ (આંશિક શુદ્ધિ સાથેની) શુભભાવવાળી પ્રાથમિક દશાને તેઓ શ્રદ્ધતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિષે ઊંચી શુદ્ધ દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે. ૩. કેવળનિશ્ચયાવલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદકષાયરૂપ શુભભાવો કરતા નથી અને પાપબંધના કારણભૂત અશુભભાવોને તો સેવ્યા કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292