Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
तत्समाहितो भूत्वा त्यागोपादानविकल्पशून्यत्वाद्विश्रान्तभावव्यापार: सुनिःप्रकम्प: अयमात्माव-तिष्ठते, तस्मिन् तावति काले अयमेवात्मा जीवस्वभावनियतचरितत्वान्निश्चयेन मोक्षमार्ग इत्युच्यते। अतो निश्चयव्यवहारमोक्षमार्गयोः साध्यसाधनभावो नितरामुपपन्न।। ઉદ્દા
વડે તેમનાથી સમાહિત થઈને, ત્યાગગ્રહણના વિકલ્પથી શૂન્યપણાને લીધે (ભદાત્મક) ભાવરૂપ વ્યાપાર વિરામ પામવાથી (અર્થાત્ ભેદભાવરૂપ-ખંડભાવરૂપ વ્યાપાર અટકી જવાથી) સુનિખંડપણે રહે છે, તે કાળે અને તેટલા કાળ સુધી આ જ આત્મા જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી “મોક્ષમાર્ગ” કહેવાય છે. આથી, નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે.
ભાવાર્થ- નિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ, શક્તિ અને નિશ્ચળ અનુભૂતિરૂપ છે. તેનો સાધક (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગનું વ્યવહારસાધન) એવો જે ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ તેને જીવ કથંચિત્ (-કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી) પોતાના સંવેદનમાં આવતી અવિધાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, જ્યારે ગુણસ્થાનરૂપ સોપાનના ક્રમ પ્રમાણે નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન નિત્યાનંદલક્ષણવાળા સુખામૃતના રસાસ્વાદની સિરૂપ પરમ કળાના અનુભવને લીધે નિજશુદ્ધાત્માશ્રિત નિશ્ચયદર્શનશાનચારિત્રરૂપે અભેદપણે પરિણમે છે, ત્યારે નિશ્ચયનયથી ભિન્ન સાધ્ય-સાધનના અભાવને લીધે આ આત્મા જ મોક્ષમાર્ગ છે. માટે એમ ઠર્યું કે સુવર્ણ અને સુવર્ણપાષાણની માફક નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધકપણું (વ્યવહારનયથી) અત્યંત ઘટે છે. ૧૬૧.
૧. તેમનાથી = સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ૨. અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે જીવ વ્યવહારમોક્ષમાર્ગને પણ અનાદિ અવિધાનો નાશ કરીને
જ પામી શકે છે; અનાદિ અવિધાના નાશ પહેલાં તો (અર્થાત્ નિશ્ચયનયના-દ્રવ્યાર્થિકનયનાવિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ભાન કર્યા પહેલાં તો) વ્યવહારમોક્ષમાર્ગ પણ હોતો નથી.
વળી, “નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે” એમ જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારનય દ્વારા કરવામાં આવેલું ઉપચરિત નિરૂપણ છે. તેમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે “છઠ્ઠી ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુદ્ધિના અંશને અને સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગને ખરેખર સાધન-સાધ્યપણું છે.' છઠ્ઠી ગુણસ્થાને વર્તતો શુદ્ધિનો અંશ વધીને જ્યારે અને જેટલા કાળ સુધી ઉગ્ર શુદ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ વર્તે છે ત્યારે અને તેટલા કાળ સુધી સાતમાં ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com