Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 263
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૨૭ जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं। सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि।। १६२ ।। यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम्। स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति।। १६२ ।। आत्मनश्चारित्रज्ञानदर्शनत्वद्योतनमेतत्। यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरति-स्वभावनियतास्तित्वेनानुवर्तते, आत्मना जानाति-स्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति-याथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानाम જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. અન્વયાર્થઃ- [૪] જે (આત્મા) [ અનન્યમયમ્ માત્માન+] અનન્યમય આત્માને [ ગાત્મના] આત્માથી [ રતિ] આચરે છે, [નાનાતિ] જાણે છે, [પશ્યતિ] દેખે છે, [સ:] તે (આત્મા જ) [વારિત્ર] ચારિત્ર છે, [ જ્ઞાન] જ્ઞાન છે, [ર્શનમ] દર્શન છે [ ]િ એમ [ નિશ્ચિત: મવતિ] નિશ્ચિત છે. ટીકાઃ- આ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે ). જે (આત્મા) ખરેખર આત્માને-કે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને-આત્માથી આચરે છે અર્થાત્ સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે (-સ્વભાવનિયત અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે-એમ કર્તા-કર્મ-કરણના અભેદને લીધે નિશ્ચિત છે. આથી ૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; ( જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દઢપણે રહેલ. [ “સ્વભાવનિયત અસ્તિત્વ'ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪ મી ગાથાની ટીકા જાઓ.]. ૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે જાણે–દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું અભિન્નપણું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292