Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 272
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૩૬ ] [ ભગવાનશ્રીકુંદકુંદ तम्हा णिव्वुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि ।। १६९ ।। પંચાસ્તિકાયસંગ્રહ तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममश्च भूत्वा पुनः । सिद्धेषु करोति भक्तिं निर्वाणं तेन प्राप्नोति ।। १६९ ।। रागकलिनिःशेषीकरणस्य करणीयत्वाख्यानमेतत् । यतो रागाद्यनुवृत्तौ चित्तोद्भ्रान्तिः चित्तोद्भ्रान्तौ कर्मबन्ध इत्युक्तम्, ततः खलु मोक्षार्थिना कर्मबन्धमूलचित्तोद्भ्रान्तिमूलभूता रागाद्यनुवृत्तिरेकान्तेन निःशेषीकरणीया। निःशेषितायां तस्यां प्रसिद्धनैः सत्यनैर्मम्यः शुद्धात्मद्रव्यविश्रान्तिरूपां તે કા૨ણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯. અન્વયાર્થ:- [તસ્માત્] માટે [નિવૃત્તિામ] મોક્ષાર્થી જીવ [નિસ્સTM ] નિઃસંગ [7] અને [ નિર્મમ: ] નિર્મમ [ભૂત્વા પુન: ] થઈને [સિદ્વેષુ મ]િ સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ) [ રોતિ] કરે છે, [ તેન] જેથી તે [ નિર્વાનં પ્રાપ્નોતિ] નિર્વાણને પામે છે. ટીકા:- આ, રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવાયોગ્ય હોવાનું નિરૂપણ છે. રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય છે એમ ( પૂર્વે ) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં આવતાં, જેને નિઃસંગતા અને નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મદ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ધરતો ૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો. ૨. નિ:સંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અત્યંતર પરિગ્રહણ તેનાથી રહિત પરિણતિ તે નિ:સંગતા છે. ૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની ઉત્પત્તિમાં નિમિત્તભૂત હોય છે એવા મમકાર-અહંકારાદિરૂપ વિકલ્પસમૂહથી રહિત નિર્મોહ્રપરિણતિ તે નિર્મમતા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292