Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 277
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ૨૪૧ त्वायेति। द्विविधं किल तात्पर्यम्-सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यञ्चेति। तत्र सूत्रतात्पर्यं प्रतिसूत्रमेव प्रतिपादितम्। शास्त्रतात्पर्यं त्विदं प्रतिपाद्यते । अस्य खलु पारमेश्वरस्य शास्त्रस्य, सकलपुरुषार्थ-सारभूतमोक्षतत्त्वप्रतिपत्तिहेतोः पञ्चास्तिकायषड्द्द्रव्यस्वरूपप्रतिपादनेनोपदर्शितसमस्तवस्तुस्व-भावस्य, नवपदार्थप्रपञ्चसूचनाविष्कृतबन्धमोक्षसंबन्धिबन्धमोक्षायतनबन्धमोक्षविकल्पस्य, वेदितनिश्चयव्यवहाररूपमोक्षमार्गस्य, साक्षन्मोक्षकारणभूतपरमवीतरागत्वविश्रान्तसमस्तहृदयस्य, परमार्थतो वीतरागत्वमेव तात्पर्यमिति। तदिदं वीतरागत्वं व्यवहारनिश्चयाविरोधेनैवानुगम्यमानं भवति समीहितसिद्धये सम्यगा તાત્પર્ય દ્વિવિધ હોય છેઃ 'સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. તેમાં, સૂત્રતાત્પર્ય સૂત્રદીઠ ( ગાથાદીઠ ) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને શાસ્ત્રતાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છે: સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં પંચાસ્તિકાય અને ષદ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધ-મોક્ષના સંબંધી (સ્વામી ), બંધ-મોક્ષનાં આયતન ( સ્થાન ) અને બંધ-મોક્ષના વિકલ્પ ( ભેદ ) પ્રગટ કરવામાં આવ્યાં છે, નિશ્ચયવ્યવહારરૂપ મોક્ષમાર્ગનું જેમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે તથા સાક્ષાત્ મોક્ષના કારણભૂત ૫રમવીતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે-એવા આ ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું, ૫૨માર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે. તે આ વીતરાગપણાને વ્યવહાર-નિશ્ચયના અવિરોધ વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઇચ્છિતની ૧. એકેક ગાથાસૂત્રનું તાત્પર્ય તે સૂત્રતાત્પર્ય છે અને આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્રતાત્પર્ય છે. ૨. પુરુષાર્થ = પુરુષ-અર્થ; પુરુષ-પ્રયોજન. [પુરુષાર્થોના ચાર વિભાગ પાડવામાં આવે છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ; પરંતુ સર્વ પુરુષ-અર્થોમાં મોક્ષ જ સારભૂત (તાત્ત્વિક) પુરુષ-અર્થ છે.] ૩. પારમેશ્વર પરમેશ્વરના; જિનભગવાનના; ભાગવત; દૈવી; પવિત્ર. ૪. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ મહાવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય-વ્યવહારના અવિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે. = Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292