________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૨૭
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं। सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि।। १६२ ।।
यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम्।
स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति।। १६२ ।। आत्मनश्चारित्रज्ञानदर्शनत्वद्योतनमेतत्।
यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरति-स्वभावनियतास्तित्वेनानुवर्तते, आत्मना जानाति-स्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति-याथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानाम
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
અન્વયાર્થઃ- [૪] જે (આત્મા) [ અનન્યમયમ્ માત્માન+] અનન્યમય આત્માને [ ગાત્મના] આત્માથી [ રતિ] આચરે છે, [નાનાતિ] જાણે છે, [પશ્યતિ] દેખે છે, [સ:] તે (આત્મા જ) [વારિત્ર] ચારિત્ર છે, [ જ્ઞાન] જ્ઞાન છે, [ર્શનમ] દર્શન છે [ ]િ એમ [ નિશ્ચિત: મવતિ] નિશ્ચિત છે.
ટીકાઃ- આ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે ).
જે (આત્મા) ખરેખર આત્માને-કે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને-આત્માથી આચરે છે અર્થાત્ સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે (-સ્વભાવનિયત અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે-એમ કર્તા-કર્મ-કરણના અભેદને લીધે નિશ્ચિત છે. આથી
૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; ( જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દઢપણે રહેલ.
[ “સ્વભાવનિયત અસ્તિત્વ'ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪ મી ગાથાની ટીકા જાઓ.]. ૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે જાણે–દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા
અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું અભિન્નપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com