________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
भेदान्निश्चितो भवति। अतश्चारित्रज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं निश्चयमोक्षमार्गत्वमात्मनो नितरामुपपन्नमिति।। १६२।।
जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि। इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि।।१६३।।
येन विजानाति सर्वं पश्यति स तेन सौख्यमनुभवति।
इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धत्ते।। १६३ ।। सर्वस्यात्मनः संसारिणो मोक्षमार्गार्हत्वनिरासोऽयम्। इह हि स्वभावप्रातिकूल्याभावहेतुकं सौख्यम्। आत्मनो हि दृशि-ज्ञप्ती
( એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ જીવસ્વભાવમાં દઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે ). ૧૬૨.
જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને; -આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩
અન્વયાર્થ- [ યેન] જેથી (આમાં મુક્ત થતાં) [ સર્વ વિનાનાતિ] સર્વને જાણે છે અને [પશ્યતિ] દેખે છે, [ તેન] તેથી [સ: ] તે [ સૌરધ્યમ્ અનુમતિ] સૌખ્યને અનુભવે છે;[ રૂતિ તદ્] આમ [ભવ્ય: નાનાતિ] ભવ્ય જીવ જાણે છે, [૩મવ્યસત્ત્વ: ૧ શ્રદ્ધત્ત ] અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃ- આ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ નિષેધ) છે
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો “સ્વભાવ” ખરેખર શિજ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને વિષયપ્રતિબંધ
૧. પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું. ૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં
મર્યાદિતપણું હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com