Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 252
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादिमोहनीयोदयानुवृत्तिपरत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरुप्यत्वादनियतगुणपर्यायत्वं परसमय: __ परचरितमिति यावत्। तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वमपास्यात्यन्तशुद्धोपयोगस्य સત: समुपात्तभावैक्यरुप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः स्वचरितमिति यावत् अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं व्युदस्य स्वसमयमुपादत्ते तदा कर्मबन्धादवश्यं भ्रश्यति। यतो हि जीवस्वभावनियतं चरितं मोक्षमार्ग इति।।१५५ ।। जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं। सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो।। १५६ ।। સંસારી જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) જ્ઞાનદર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત (-નિશળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરકત ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે (પોતે) ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને લીધે તેને જે અનિયતગુણપર્યાયપણું હોય છે તે પરસમય અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ) જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે નિયતગુણપર્યાયપણું હોય છે તે સમય અર્થાત્ સ્વચારિત્ર છે. હવે, ખરેખર જે કોઈ પણ પ્રકારે સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને જીવ પરસમયને છોડીને સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી થાય છે કે, જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ૧૫૫. જે રાગથી પ૨દ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને, તે અકચરિત્રથી ભ્રષ્ટ પરચારિત્ર આચરનાર છે. ૧૫૬. ૧. ઉપરક્ત=ઉપરાગયુક્ત [ કોઈ પદાર્થમાં થતો. અન્ય ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત્ અન્ય ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ-મલિનતા-અશુદ્ધિ) તે ઉપરાગ છે. ] ૨. અનિયત=અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના. ૩. નિયતકનિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292