Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 258
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૨૨ ] [ ભગવાનશ્રીકુંદકુંદ धम्मादीसद्दहणं सम्मत्तं णाणमंगपुव्वगदं । चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।। १६० ।। પંચાસ્તિકાયસંગ્રહ धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम्। चेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ।। १६० ।। ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વાંગબોધ સુબોધ છે, ત૫માંહિ ચેષ્ટા ચ૨ણ-એક વ્યવહારમુકિતમાર્ગ છે. ૧૬૦ અન્વયાર્થ:- [ધર્માવિશ્રદ્ધાનું સમ્યવત્ત્વમ્] ધર્માસ્તિકાયાદિનું શ્રદ્વાન તે સમ્યક્ત્વ [અપૂર્વ તમ્ જ્ઞાનમ્ ] અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને [તપસિ ઘેટા ચર્યા] તપમાં ચેષ્ટા ( -પ્રવૃત્તિ ) તે ચારિત્ર; [ કૃતિ] એ પ્રમાણે [ વ્યવહાર: મોક્ષમાર્ગ: ] વ્યવહા૨મોક્ષમાર્ગ છે. ઉત્ત૨:- જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચિરત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવાયોગ્ય છે કે- જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી. [અહીં એક ઉદાહરણ લેવામાં આવે છેઃ સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’ હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે'- એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે ‘જે શુદ્ધિના સદ્દભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભવિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.' આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે,’ તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. '] Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292