Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 256
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૨૦ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ चरियं चरदि संग सो जो परदव्वप्पभावरहिदप्पा | दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो । । १५९ ।। चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं નૃત્યાત્મનઃ।। || शुद्धस्वचरितप्रवृत्तिपथप्रतिपादनमेतत्। यो हि योगीन्द्रः समस्तमोहव्यूहबहिर्भूतत्वात्परद्रव्यस्वभावभावरहितात्मा सन्, स्वद्रव्य-मेकमेवाभिमुख्येनानुवर्तमानः स्वस्वभावभूतं दर्शनज्ञानविकल्पमप्यात्मनोऽविकल्पत्वेन चरति, स खलु स्वकं चरितं चरति । एवं हि शुद्धद्रव्याश्रितमभिन्नसाध्य તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે ૫૨દ્રવ્યથી વિરહિતપણે નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯. અન્વયાર્થ:- [ય: ] જે [પદ્રવ્યાત્મભાવરહિતાત્મા] ૫૨દ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, [ વર્શનજ્ઞાનવિત્વમ્] (નિજસ્વભાવભૂત ) દર્શનજ્ઞાનરૂપ ભેદને [આત્મન: અવિi] આત્માથી અભેદપણે [ઘરતિ] આચરે છે, [સ: ] તે [ સ્વ ં ચરિત ઘરતિ] સ્વચારિત્રને આચરે છે. ટીકાઃ- આ, શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિના માર્ગનું કથન છે. જે યોગીન્દ્ર, સમસ્ત મોહવ્યૂથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યને આશ્રિત, અભિજ્ઞસાધ્યસાધનભાવવાળા ૧. મોહવ્યૂહ=મોસમૂહ. [જે મુર્તીવ્ર સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત છે' એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનીંદ્ર સ્વચારિત્રના આચરનાર છે.] ૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો (– પરનિમિત્ત વિનાનો ) શુદ્ધપર્યાય છે; જેમકે નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે. ૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292