Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૮૫
भावपापम्। पुद्गलस्य कर्तुनिश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवशुभपरिणामनिमित्तो द्रव्यपुण्यम्। पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवाशुभपरिणामनिमित्तो द्रव्यपापम्। एवं व्यवहारनिश्चयाभ्यामात्मनो मूर्तममूर्तञ्च कर्म प्रज्ञापितमिति।।१३२।।
जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं। जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि।। १३३।।
यस्मात्कर्मणः फलं विषयः स्पशैर्भुज्यते नियतम्। जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि।।१३३।।
પુદગલરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (-શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ)-કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તે-દ્રવ્યપુણ્ય છે. પુદગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (-અશાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ)-કે જેમાં જીવના અશુભ પરિણામ નિમિત્ત છે તે દ્રવ્યપાપ છે.
આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં આવ્યું.
ભાવાર્થ- નિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુર્ણપાપ જીવનું કર્મ છે. શુભાશુભ પરિણામ દ્રવ્યપુણ્યપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે પુદ્ગલપરિણામરૂપ (શાતા-અશાતાવેદનીયાદિ) દ્રવ્યપુણ્યપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. ૧૩ર.
છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુઃખ-સુખે, તેથી કરમ તે મૂર્તિ છે. ૧૩૩.
અન્વયાર્થ:- [ રમત ] કારણ કે [ વર્મળ: છત્ત ] કર્મનું ફળ [ વિષય: ] જે (મૂર્ત) વિષય તે [ નિયતમ ] નિયમથી [સ્પર્શે] (મૂર્ત એવી) સ્પર્શનાદિઇદ્રિયો
* પુદ્ગલ કર્તા છે અને વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત્ નિશ્ચયથી પુદ્ગલ કર્તા
છે અને શતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com