Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૯
सीनाविनाभूतसहायमात्रत्वात्कारणभूतः । स्वास्तित्वमात्रनिर्वृत्तत्वात् स्वयमकार्य इति।।
૮૪।।
उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए । तह जीवपुग्गलोणं धम्मं दव्वं वियाणाहि ।। ८५ ।।
उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां धर्मद्रव्यं विजानीहि ।। ८५ ।।
धर्मस्य गतिहेतुत्वे दृष्टांतोऽयम्।
यथोदकं स्वयमगच्छदगमयच्च स्वयमेव गच्छतां मत्स्यानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति तथा धर्मोऽपि स्वयमगच्छन् अगमयंश्च
*અવિનાભાવી સહાયમાત્ર હોવાથી ( ગતિક્રિયાપરિણતને ) કારણભૂત છે; પોતાના અસ્તિત્વમાત્રથી નિષ્પન્ન હોવાને લીધે પોતે અકાર્ય છે (અર્થાત્ સ્વયંસિદ્ધ હોવાને લીધે કોઈ અન્યથી ઉત્પન્ન થયો નથી તેથી કોઈ અન્ય કારણના કાર્યરૂપ નથી ). ૮૪.
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
અન્વયાર્થ:- [યથા ] જે[ લોò] જગતમાં [વર્ઝ] પાણી [ મત્સ્યાનાં ] માછલાંઓને [મનાનુપ્રદ મવતિ] ગમનમાં અનુગ્રહ કરે છે, [તથા] તેમ [ધર્મદ્રવ્ય] ધર્મદ્રવ્ય [ નીવપુલૢજ્ઞાનાં] જીવ-પુદ્દગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (નિમિત્તભૂત હોય છે) એમ [વિજ્ઞાનીદિ] જાણો.
ટીકા:- આ, ધર્મના ગતિòતુત્વ વિષે દષ્ટાંત છે.
જેમ પાણી પોતે ગમન નહિ કરતું થયું અને ( ૫૨ને ) ગમન નહિ કરાવતું થયું, સ્વયમેવ ગમન કરતાં માછલાંઓને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મ (ધર્માસ્તિકાય ) પણ પોતે ગમન નહિ
* જો કોઈ એક, કોઈ બીજા વિના ન હોય, તો પહેલાને બીજાનું અવિનાભાવી કહેવામાં આવે છે. અહીં ધર્મદ્રવ્યને ‘ ગતિક્રિયાપરિણતનું અવિનાભાવી સહાયમાત્ર' કહ્યું છે. તેનો અર્થ એ છે કેગતિક્રિયાપરિણત જીવ-પુદ્દગલો ન હોય તો ત્યાં ધર્મદ્રવ્ય તેમને સહાયમાત્રરૂપ પણ નથી; જીવપુદ્દગલો સ્વયં ગતિક્રિયારૂપે પરિણમતાં હોય તો જ ધર્મદ્રવ્ય તેમને ઉદાસીન સહાયમાત્રરૂપ (નિમિત્તમાત્રરૂપ ) છે, અન્યથા નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com